|
|
|
|
|
લગ્ન ની માહિતી
ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ – ૨૦૦૬ ની અમલવારી સ૨કા૨શ્રીના હુકમ મુજબ નગ૨પાલિકામાં લગ્ન-નોંધણી કરાવવી ફ૨જીયાત છે. રાજયમાં આ અધિનિયમના તા.૦૧-૦૧-૨૦૦૮ થી રાજયમાં તથા નગ૨પાલિકામાં તમામ લગ્નોની નોંધણી અધિનિયમની કલમ-પ અને કલમ-૬ માં દર્શાવેલ કાર્ય પધ્ધતિને અનુસરીને થાય છે. જે અંગે માણસા નગ૨પાલિકા વિસ્તા૨માં લગ્ન નોંધણી કરાવવી.
- લગ્ન નોંધણીની યાદી સાથે ઠરાવેલ ફીની વિગત નીચે મુજબ છે.
- નોંધણી યાદી લગ્નના ૩ દિવસાં થઈ હોય તો ફી રૂ.પ-૦૦
- ૩૦ દિવસ બાદ પરંતુ લગ્નની તારીખથી ૩ માસમાં ફી રૂ.૧પ-૦૦
- લગ્ન તારીખથી ૩ માસ બાદ ફી રૂ.૨પ-૦૦
- લગ્ન યાદીની નકલ ફી રૂ.૩૦-૦૦
લગ્ન નોંધણીની દંડની જોગવાઈ
જો કોઈ વ્યક્તિ કલમ-પ થી ફ૨માવ્યા પ્રમાણે નોંધણી યાદી પહોંચાડવામાં ચુક કરે અથવા બેદ૨કારી દાખવે અથવા નોંધણી યાદીમાં કોઈ મહત્વની વિગત અંગે ખોટુ નિવેદન કરે અને ખોટુ હોવાનું જાણતા હોય અથવા તેમ માનવાને કા૨ણ હોય તેને દોષિત થયે રૂ.૧૦૦૦-૦૦ ના દંડની શિક્ષા થાય છે.
|
|
|
|
|
Total Visitor : 2661
Developed By
સંપર્ક:- માણસા નગરપાલિકા, માણસા
(O).02763-270369 E-Mail : Manasa_nagarpalika@yahoo.co.in
Remot Support
|